આજે દશા મા આવીયા ને ભક્તો ને મન ભાવીઆ એવા સામૈયા કરીયે રે રૂડા ભાવ થી સાંઢણી એ સવાર થઈ ને ભક્તો ના ઘેર આવીયા એવા ગરબા ગવડાવે ભક્તો ભાવ થી
આંગણિયા સજાવીયા ને તોરણિયા બંધાવીયા એવા વાજીંત્રો વગડાવ્યા રૂડા તાલ માં કંકુડા ધોળાવીયા ને ચોખલીયે વધાવીયા એવા કંકુ પગલે દશા માં પધાર્યા મારે આંગણે
Gujrati Bhajan Lyrics in Hindi
રૂપા બાજોઠ ઢાળીયા ને રેશમી ગાદી બિછાવીયા એવા આસને બિરાજો દશા માં ભાવ થી અબીલ ગુલાલ છંટાવીયા ને ભાલે તિલક કરાવીયા એવા સુગંધી પુષ્પો થી વધાવ્યા માત ને
ધુપસળી પ્રગટાવી ને અખંડ દીપ પ્રગટાવીયા એવી આરતી ઉતારું મા ની ભાવ થી રસોઈ રૂડી બનાવી ને થાળ પણ સજાવ્યો છે એવો પ્રસાદ ધરાવું મા ને પ્રેમ થી ભક્ત મંડળ તેડાવીયા ને દશા માં ના ગરબા ગવડાવીયા એવા ભક્તો ને દર્શન દેવા દશા મા પધારીયા.