इस गुजराती प्रार्थना में ईश्वर से प्रार्थना है की वह उसे सद्बुद्धि दे और अपने चरणों में स्थान दे। मुझे अज्ञान के अन्धकार से प्रकाश के और जाने में ईश्वर मदद करे। ईश्वर उसे चरम स्थान दे और जन्म मरण के चक्र से मुक्ति दे। मुझे अमरता की तरफ लेकर जाओ। भगवान मेरे हृय में विद्यमान हैं। ईश्वर ही मेरा साक्षी है और मैं ईश्वर के चरण में स्थान चाहता हूँ।

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. 1સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. 2
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે. 3
પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે. 4
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો. 5
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા. 6
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી. 7
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું. 8 અસત્યો માંહેથી ભજન લિરિક્સ ન્હાનાલાલ કવિ Asatyo Manhethi Bhajan
અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા : हे प्रभु असत्य से मुझे सत्य के मार्ग की तरफ ले चलो। ईश्वर से विनय है की आप मुझे सत्य के मार्ग पर लेकर जाओ, मैं संसार में रहकर असत्य के मार्ग पर हूँ।
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા : घोर अंधकार (माया जनित) से आप मुझे दिव्य प्रकाश की तरफ ले चलो।
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા : महा मृत्यु / जन्म मरण का चक्र से जो की अशांति का कारक है। आप मुझे इस घोर मृत्यु से शाश्वत शान्ति की तरफ ले चलो।
તું-હીણો હું છું તો, તુજ દરસનાં દાન દઈ જા : वर्तमान में यदि आप मेरे भीतर/हृदय के भीतर वास नहीं करते हो, आप आप मेरे हृदय में वास करो, हृदय में स्थापित रहो।
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા : हे ईश्वर आप ही अन्तर्यामी हो, आप ही समस्त जीवित व्यक्तिओं के लिए एकमात्र शरण स्थल हैं।
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા : आप ही ईश्वर, माता पिता और भाई हो, आप ही मेरे अच्छे मित्र और कुशल की कामना करने वाले हो। आप ही मेरे लिए प्रकाश और दिव्यता के प्रतीक हो।
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના : आप ही दिव्य प्रकाश के सूचक हो, धन सम्पदा, वैभव, के निर्माता/दाता हो।
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના : मैं झुक कर आपको नमन करता हूँ, प्रकाशित मुखमण्डल के आप इस जगत के स्वामी हो।
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું, इस शरीर से जितना सम्भव हो सकता है, मैं इसके लिए आपसे प्रार्थना करता हूँ।
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું : मेरी चेतना के अनुसार, मैं आपकी स्तुति/प्रशंशा करता हूँ।
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું : मेरी बुद्धि और स्वभाव के अनुसार,जैसा भी मैं अच्छा और बुरा करता हं।
ક્ષમાદૃષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી! ઘરું : ने नाथ मुझे क्षमा करो, हे ईश्वर मैं आपके समक्ष शरण में हूँ।
Meaning in English
અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા-O Lord, lead me from untruth to truth.
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા-From deep darkness (ignorance), lead me towards divine light.
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા-From the cycle of birth and death (great mortality), lead me towards eternal peace.
તું-હીણો હું છું તો, તુજ દરસનાં દાન દઈ જા-If I am devoid of You, grant me the vision of Your presence.
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા- O Lord, You are the refuge of all living beings.
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા-You are the father, mother, friend, and well-wisher."
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના-You are the radiance, glory, and wealth of all beings.
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના-I bow down, I worship the immaculate-faced Lord of the universe.
The seeker humbly pays homage to the divine, recognizing God's presence everywhere.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું-As much as possible through this mortal body.